ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 20 દિવસથી યુરિયા સહિત ખાતરો માટે ખેડૂતો પરેશાન છે. શિયાળુ પાકની સિઝન શરૂ થઈ ત્યારે ખેડૂતો ખેતી કરવાને બદલે વહેલી સવારથી સાંજ સુધી ખાતરના ડેપો અને સંઘો પર લાંબી કતારોમાં ખાતર મેળવવા ઊભા રહે છે. કલાકો સુધી કતારોમાં ઊભા રહ્યા બાદ માત્ર બે થેલી ખાતર મળે છે. ખેડૂતોમાં સરકારની આ નીતી પર ભારે આક્રોશ છવાયો છે.