મહેસાણાના વડનગરમાં મળેલા પ્રાચીન કંકાલને અંતે મ્યુઝિયમમાં સ્થાન એક હજાર વર્ષ પ્રાચીન કંકાલને આખરે છત મળી છે..વાત વડનગરની જ્યાંથી આ કંકાલ મળી આવ્યું હતુ.. 2019માં ઉત્ખન્ન દરમિયાન મળી આવેલા દુર્લભ કંકાલને ટીવીનાઈને દર્શાવેલા અહેવાલ બાદ છત મળી છે. ખોદકામ બાદથી જ આ કંકાલ ટેન્ટમાં જ પડ્યું હતું જેને લઈને ટીવીનાઈને અહેવાલ દર્શાવ્યો હતો. આ બાદ નિષ્ણાતોની ટીમ દ્વારા કંકાલને મ્યુઝિયમમાં સ્થળાંતરીત કરાયું હતું આ બાદ હવે કંકાલને ગેલેરીમાં પણ મુકવામાં આવશે. હવે વડનગરમાં 400 કરોડના ખર્ચે તૈયાર થયેલ.... ભવ્ય મ્યુઝિયમમાં... કંકાલનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.