આસો નવરાત્રીનો રૂડો અવસર ચાલી રહ્યો છે. અને આદ્યશક્તિના સ્થાનકોમાં. ભક્તોનો ધસારો યથાવત છે. પાવાગઢમાં. માતા મહાકાળીના દર્શનનો. અને મંગળા આરતીના દર્શનનો લાભ લેવા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને. સવારે પોણા ચાર કલાકે જ મંદિરના દ્વાર ખોલી દેવાયા હતા. અને નિર્ધારિત સમય કરતાં એક કલાક પહેલાં. માની મંગળા આરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આસો નવરાત્રીનો અવસર હોઈ. મધરાતથી જ. માના જયઘોષથી. પાવાગઢ ડુંગર ગુંજતો રહે છે.