આપને જણાવી દઇએ, મુખ્ય શાળામાં 75 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે, પેટા વર્ગમાં 154 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પરંતુ, પેટા વર્ગ જર્જરિત હાલતમાં છે. અને શેડ નીચે ભણતર ચાલે છે. જેને લઇ વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ લઇ લીધું. કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ ભારતનગરમાં સ્વતંત્ર શાળા બનાવવાની માગ કરી હતી. પરંતુ, કોઇ ના કોઇ કારણોસર દરખાસ્ત રદ થઇ. અને યોગ્ય ઉકેલ નહીં આવતા વાલીઓએ શાળામાંથી વિદ્યાર્થીઓના નામ કપાવી લીધા છે. આ બાબતે સરકાર અને જિલ્લાનું તંત્ર યોગ્ય નિર્ણય લે તેવી લોકોની માગ છે. જો ઉકેલ ના લવાયો તો વિદ્યાર્થીઓનું ભણતર અને ભવિષ્ય બગડશે.