'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. તિરંગા યાત્રા, સિંદુર યાત્રા યોજીને લોકો ભારતીય સેનાની કામગીરી, બહાદુરીને બિરદાવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.. 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ 'સિંદૂર વન' બનાવવાનો નિર્ણય કરાયો છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.. આ વખતે 40 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે.. જગતપુર બ્રિજ નજીક સિંદૂર વન બનાવવામાં આવશે. આ વનમાં 551 જેટલા સિંદૂરનાં વૃક્ષો ઉગાડવામાં આવશે.