અમદાવાદ કોર્પોરેશનનું રૂપિયા 17 હજાર 18 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ..ગત વર્ષના ડ્રાફ્ટ બજેટની સરખામણીએ ₹3 હજાર 17 કરોડનો વધારો.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું.બજેટમાં 8 મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો. જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું AMCનું આયોજન.નહેરુનગરથી શિવરંજની, શિવરંજનીથી રામદેવનગર થઈ ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર માટે ₹1000 કરોડની જોગવાઈ..બોપલ SP રિંગ રોડથી ઘુમા સુધી પણ બનશે એલિવેટેડ કોરિડોર. શહેરને ફાટક મુક્ત કરવા ₹775 કરોડની જોગવાઈ.ગેરતપુર, વટવા, વિંઝોલ, મણિનગર, સરખેજને ફાટક મુક્ત કરવામાં આવશે..મેમ્કો જંક્શન, કઠવાડા, સિલ્વર સ્ટાર ચાંદલોડિયામાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવા ₹225 કરોડની જોગવાઇ..કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ મૂકવામાં આવી