રાજ્યમાં 3 ઓગસ્ટ સુધીમાં અણધાર્યા વરસાદના એંધાણ. અંબાલાલે ગાજવીજ સાથે પ્રચંડ વરસાદની આગાહી કરી.. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદ પડી શકે. 3થી 5 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે.. કચ્છના મોટાભાગના તાલુકામાં પણ વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની અંબાલાલની આગાહી. સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગરમાં વરસાદ ખાબકી શખે.. તો પોરબંદર અને અમરેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અંબાલાલ પટેલની આગાહી છે કે, 3 ઓગસ્ટ સુધી અણધાર્યો વરસાદ થતો રહેશે.. ક્યાંક ગાજવીજ સાથે પ્રચંડ વરસાદ થશે, તો ક્યાંક હળવા વરસાદી ઝાપટાં પડી શકે. જો કે, હવે વારો ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો છે.. ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે જ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે.. અંબાલાલ પટેલે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ થાય, તેવી શક્યતા વ્યક્ત કરી છે.. જો કે, આ વાતાવરણ હજુ 24 કલાક યથાવત્ રહી શકે.