રાજ્યમાં આગામી 48 કલાક વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી. બંગાળ ખાડીની મજબૂત સિસ્ટમના કારણે વરસાદ પડી શકે. મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે.. પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં પણ વરસાદની સંભાવના. અંબાલાલે ઓગસ્ટમાં પણ અતિભારે વરસાદની આગાહી કરી. 6થી 8 દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બની શકે. જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો અતિભારે વરસાદ ખાબકી શકે.. 14 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પમ ભારે વરસાદના અંધાણ. વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ખાબકી શકે વરસાદ.