હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 8 ઓગસ્ટથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની કરી આગાહી. 9 અને 10 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ. પાટણ, સમી, હારીજમાં વરસાદની શક્યતા. તો પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પણ વરસાદ પડવાના એંધાણ. બીજી તરફ 14 અને 15 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, મધ્યપ્રદેશની સરહદથી જોડાયેલા ભાગોમાં વરસાદની શક્યતા. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ છવાઈ શકે છે વરસાદી માહોલ. ઉત્તર ગુજરાતના મોટાભાગના પ્રદેશોમાં વરસાદ પડવાની સંભાવના.