રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં ખાબકેલા કમોસમી વરસાદે. ખેડૂતોની કમર તોડી દીધી છે. અને તારાજીના એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેની કળ વળવી જ મુશ્કેલ છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા. અનેક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિકલાકે પવન ફૂંકાવવાની શક્યતા છે. ચોમાસાની સિઝન ખરાબ ગયા બાદ. લોકોને આ સિઝનથી ખૂબ આશા હતી. એમાં પણ નર્મદા કેનાલનો લાભ મળતા. સુરેન્દ્રનગરમાં ખેડૂતો હાલ રોકડીયા પાક અને બગાયતી પાક તરફ વળ્યા છે. ખેડૂતોએ મોંઘા બિયારણો, ખાતરો અને મજૂરીના નાણાં ચુકવવા સહિત મોટું રોકાણ કર્યું હતું. એ આશાએ કે પાક સારો ઉતરશે. પરંતુ, કુદરત એવી રૂઠી કે "જગતના તાત"ના સપનાઓ પર જ પાણી ફરી વળ્યું. સરકાર તાત્કાલિક સરવે કરી સહાય ચુકવે. અને પાકવીમો માફ કરે તેવી ખેડૂતોની માગ છે.