રાજ્યમાં 19 થી 24 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી. અંબાલાલ પટેલના મતે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા.. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજના કારણે વરસાદ વરસી શકે.. ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે. જેમાં આંધી વંટોળ સાથે આંચકાના પવનની ગતિ 35થી 40 કિમી રહેવાની શક્યતા વ્યક્ત કરી. અલ નીનો હોવા છતાં રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન. અંબાલાલ પટેલના મતે, 26 મે આસપાસ ચોમાસું કેરળકાંઠે પહોંચી શકે. તેમજ 10 જૂને મુંબઈ પહોંચી શકે. તો ગુજરાતમાં ચોમાસું 15 જૂને પહોંચે તેવી આગાહી.