રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવીટી વધવાની અંબાલાલ પટેલની આગાહી. 22 થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે... સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા. આવતીકાલથી ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. ચોમાસું ધીમે ધીમે કેરળ તરફ આગળ વધી રહ્યું છે.તે વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર પ્રિ મોન્સૂન એક્ટિવીટી વધવાને લઈને આગાહી કરી છે.અંબાલાલ પટેલના મતે 22થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.એમતો હવામાન વિભાગ પ્રમાણે આ વખતે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પહેલાના વર્ષોની જેમ જોવા નહી મળે, જો કે અંબાલાલ પટેલનું માનવું છે કે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.