તો રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ. જી હા, આ આગાહી કરી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. અંબાલાની આગાહી મુજબ, 22 જૂને રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. જ્યારે 22 થી 24 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની અંબાલાલે આગાહી કરી છે. સાથે જ વડોદરા, મહીસાગર, મહેસાણામાં પણ ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે.