રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનો બીજો રાઉન્ડ આવશે. અંબાલાલ પટેલે 20 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયો વરસાદની આગાહી કરી. તેમજ 27થી 30 જુલાઈ સુધીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી.. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા કરશે એન્ટ્રી. અંબાલાલ પ્રમાણે, 24 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનશે. મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.. તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે.. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી.