ફરીવાર અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘતાંડવની સંભાવના. આગામી 48 કલાકમાં અમદાવાદ-ગાંધીનગર બેટમાં ફેરવાઈ શકે તેવી અંબાલાલ પટેલની આગાહી. અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા સહિતના પોશ વિસ્તારો થઈ શકે છે જળબંબાકાર... ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી-કલોલ, માણસાને પણ ઘમરોળશે મેઘરાજા. રાજ્યમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતને ડૂબાડશે મેઘો. અંબાલાલની આગાહી મુજબ, અનેક જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા થવાની વકી. અનેક જગ્યાએ 15થી 20 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આકાશી આફતથી દક્ષિણ ગુજરાતમાં નદીઓ બનશે ગાંડીતૂર. સુરતની તાપી નદીની જળસપાટીમાં પણ વધારો થાય તેવી શક્યતા. વરસાદનો રાઉન્ડ કચ્છ અને સૌરાષ્ટ્રને પણ કરશે તરબોળ. દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી. અનેક જગ્યાએ છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છને ધમરોળશે મેઘરાજા. જુનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકામાં પડી શકે છે વરસાદી ઝાપટાં.