આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ગગડવાની મોટી આગાહી કરી છે. આગામી સપ્તાહથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઘટી શકે છે. મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે, જેના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળશે. રાજ્યમાં ગરમીથી રાહત મળે તેવી આગાહી..મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના ઘટાડાની અંબાલાલ પટેલની આગાહી..આગામી સપ્તાહથી ગુજરાતમાં ગરમીનો પારો ઘટી શકે છે..ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ગરમી ઘટવાની શક્યતા.કચ્છના કંડલા અને ભુજમાં વધુ ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી. એક તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી ઘટશે, તો બીજી તરફ કચ્છના કંડલા અને ભુજમાં હજુ પણ પારો ઊંચો રહેવાની શક્યતા છે. જો કે, સમગ્ર રીતે જોતા આગામી સપ્તાહથી રાજ્યભરના લોકોને અસહ્ય લૂ અને બફારામાંથી આંશિક રાહત ચોક્કસ મળશે.