હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી છે સૌથી મોટી આગાહી.. અંબાલાલનો દાવો છે કે આગામી 72 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.. અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જોકે મેઘરાજાનો બીજો રાઉન્ડ એક સપ્તાહ સુધી રહેશે. અને 18 જુલાઇ સુધી ઉઘાડ નીકળવાની શક્યતાઓ પણ નહીંવત હોવાનો દાવો છે. જ્યારે 26 જુલાઇથી 30 જુલાઇ વચ્ચે નવી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં 8થી 10 ઇંચ વરસાદનું અંબાલાલનું અનુમાન છે