27 જુલાઇથી મેઘરાજાનું જોવા મળશે રૌદ્ર સ્વરૂપ. જી હા, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતીઓની ઉંઘ ઉડાડતી કરી છે આગાહી. અંબાલાલનું માનીએ તો, 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. તો 27, 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળતરબોળ થશે. આ વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. એટલે કે 27 બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે.