મે મહિનામાં રાજ્યમાં પડશે રેકોર્ડબ્રેક ગરમી. આગાહીકાર અંબાલાલ પટેલે જાહેર કરી ચેતવણી. 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ભીષણ ગરમી પડવાની સંભાવના. પારો 43 ડિગ્રી આસપાસ રહેશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી. તો અંબાલાલ પટેલે કહ્યું કે, 5 થી 8 મે દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. પૂર્વ અને પશ્ચિમ ગુજરાતમાં થઈ શકે છે માવઠું... દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી. 11 થી 20 મે દરમિયાન ગરમી સાથે વંટોળ ફૂંકાવાની પણ શક્યતા.