ગુજરાતમાં ભર શિયાળે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો ત્યાં જ સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. રાજ્યના મોટા ભાગમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું છે.ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલે ખેડૂતોના પગતળે જમીન ખસકાવી નાખે તેવી આગાહી કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 25 અને 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે,જેના કારણે રાજ્યમાં ભારે પવન તો ફૂંકાશે જ પરંતુ તેની સાથે સાથે આકાશી આફત એટલે કે બરબાદીનો વરસાદ પણ વરસશે.ત્યારે સાંભળો અંબાલાલ પટેલને જેઓ કહી રહ્યા છે કે ક્યાં ક્યાં આ આકાશી આફત વરસવાની છે. બીજી તરફ જાન્યુઆરી માસના અંત સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે વાતાવરણની આ તમામ પરિસ્થિતિ કેમ ઉભી થઈ છે. તેને લઈને અંબાલાલ પટેલનું શું કહેવું છે આવો સાંભળીએ.