આગાહીકાર અંબાલાલ પટેલનો હવેથી હવામાન અંગે આગાહી ન કરવાનો નિર્ણય. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા ફરી કરાયેલા આક્ષેપો બાદ અંબાલાલ પટેલે આ જાહેરાત કરી. કહ્યું કે, વિજ્ઞાન જાથા વારંવાર વિવાદ ઊભા કરે છે.. વધુમાં ઉમેર્યું કે, હવે ઉંમર થઈ હોવાથી અમારે વિવાદમાં પડવું નથી.