નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે મા અંબાના ધામ એવા અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંગળા આરતીના દર્શનનો લાભ લેવા ભક્તો વહેલી સવારથી જ લાઇન લગાવે છે. ગર્ભગૃહમાં અને ઘટ સ્થાપન પાસે થતી આરતીનો લ્હાવો લઇને અને માતાજીના દર્શન કરીને માઇભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે..તો નવરાત્રીના પાવન પર્વને પગલે મંદિરને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.