<strong><a href="https://tv9gujarati.com/videos/gujarat-videos/yatra-of-the-yantra-to-be-installed-in-the-ambaji-temple-took-a-break-in-ahmedabad-thousands-of-people-visited-video-764460.html">અંબાજી મંદિર</a></strong>નો દર્શન સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી બદલાતો રહે છે. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટર દ્વારા મંદિરના આરતી અને દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજીમાં યાત્રાળુઓની સગવડતાને લઈ અષાઢ સુદ બીજ એટલે કે, રથયાત્રાના દિવસથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.