માતાજીના સાનિધ્યમાં ગરબાનો આનંદ આસ્થાના ધામમાં જામી ગરબાની રમઝટ. ચાચરચોકમાં ખેલૈયાઓ હિલોળે ચડ્યા રાજ્યભરમાં નવરાત્રિની જોરશોરથી ઉજવણી શરૂ થઇ ગઇ છે. ત્યારે આસ્થાના કેન્દ્ર અંબાજીમાં પણ. નવલા નોરતાની ઉજવણી શરૂ થઇ ગઇ છે.પ્રથમ નવરાત્રિએ અંબાજીમાં સાડા 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો રાતના સમયે ચાચરચોકમાં ગરબાની રમઝટ જામી હતી..અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ આયોજનમાં ખેલૈયાઓ હિલોળે ચડ્યા હતા.રાજ્યભરમાંથી આવેલા માઇભક્તોએ માતાજીના સાનિધ્યમાં ગરબા રમીને ધન્યતા અનુભવી હતી. જેને પગલે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ ફેલાઇ ગયું હતું.