ગુજરાતમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે.ત્યારે ભાવનગરના પાલિતાણામાં એક સાથે 19 સિંહોનું ટોળું જોવા મળ્યું છે.સિંહોના ટોળા ના હોય તે કહેવત આ દ્રશ્યોથી ખોટી સાબિત થઈ છે. આ દ્રશ્ય સિંહોની તાજેતરમાં થયેલી ગણતરી બાદ જોવા મળ્યું છે.સિંહ હવે માત્ર ગીરના જંગલ સુધી સીમિત રહ્યા નથી.