ગીરના જંગલનો અદ્ભુત નજારો સામે આવ્યો.કે જ્યાં સિંહણ બાળ સિંહ સાથે જોવા મળ્યા.સિંહણ પોતાના નાના બાળ સિંહ સાથે આરામ કરતી નજરે પડી.વરસાદી માહોલમાં બાળ સિંહના મસ્તી કરતા દ્રશ્યો આવ્યા સામે. ગીર સોમનાથમાં સિંહણ અને સિંહબાળના અદભુત દ્રશ્યો સામે આવ્યા. તાલાલા-રમણેચી રોડ પર જંગલ વિસ્તારમાં સિંહણ સિંહબાળ સાથે જોવા મળી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગીર પંથકમાં ચોમાસા દરમિયાન સિંહ પરિવારના અદભૂત્ દ્રશ્યો અવારનવાર નજરે પડે છે.