"બાબા બર્ફાની"ના દર્શનની યાત્રા. 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ. તંત્ર હાઈ એલર્ટ પર છે. અને સમગ્ર યાત્રામાં. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા માટે. પેરામિલિટ્રી ફોર્સની 581 ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. લગભગ 42 હજારથી વધુ જવાનો. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહેશે. સુરક્ષા અંગે વિવિધ મૉકડ્રિલનું પણ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે હાલ ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં આપદાની સ્થિતિ છે. ત્યારે. લોકોની સુરક્ષા માટે. ભારતીય સેના, CRPF, જમ્મુ-કાશ્મીર પોલીસ તેમજ જમ્મુ-કાશ્મીર SDRF દ્વારા. લેન્ડ સ્લાઈડ અંગે પણ મૉકડ્રિલ હાથ ધરાઈ હતી. અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ. બાલતાલ અને પહલગામ રૂટથી શરૂ થશે. શ્રદ્ધાળુઓની પહેલી ટુકડીને. 2 જુલાઈના રોજ બેઝ કેમ્પથી મોકલવામાં આવશે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે... યાત્રાળુઓ માટે બેઝ કેમ્પના યાત્રી નિવાસ ખાતે. ટ્રાયલ રન પણ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકી હુમલા બાદ. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન ઘટ્યું હોવાની વાતો સામે આવી હતી. જો કે હાલ રજીસ્ટ્રેશન માટે. શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અમરનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવિકોનું કહેવું છે કે તેમને તંત્રની વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. અને આતંકીઓની કોઈપણ કરતૂત તેમને ડરાવી શકશે નહીં.