અમદાવાદમાં દારૂના ગેરકાયદે વેચાણ અંગે અલ્પેશ ઠાકોરે કર્યો હુંકાર.ક્યાય પણ દારુના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો. દારુના અડ્ડા પર હું જાતે આવીશ. ફરી એક વખત જાહેર મંચ પરથી અલ્પેશ ઠાકોરે દારુના વેચાણ અંગે નિવેદન આપ્યું. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ વેચાતા દારૂને લઈ ફરી એકવાર અલ્પેશ ઠાકોરે હુંકાર ભર્યો.ભાજપના એક કાર્યક્રમમાં દારૂના ગેરકાયદે વેચાણ અંગે અલ્પેશ ઠાકોરે બોલતા કહ્યું કે ક્યાય પણ દારુના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો.ફરી એક વખત જાહેર મંચ પરથી અલ્પેશ ઠાકોરે દારૂના વેચાણ અંગે નિવેદન આપતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આપને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર અગાઉ પણ દારૂના દુષણ સામે લડત લડી ચૂક્યા છે.અને તેમનું હાલ પણ એવુ જ કહેવું છે કે દારૂના દૂષણ સામે સામાન્ય જનતા મરે નહીં એ માટે સામાજિક મુહિમ આજે પણ યથાવત છે.