ભારે વરસાદ બાદ. પહાડી પ્રદેશોમાં સ્થિતિ સતત વણસી રહી છે. ઉત્તરાખંડમાં બે સ્થળે વાદળ ફાટ્યાની ઘટના બાદ. નદીઓએ પણ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. ગઢવાલના શ્રીનગરમાં અલકનંદાનો પ્રવાહ ભયજનક સપાટીની નજીક છે. તો રુદ્રપ્રયાગમાં. તે ભયજનક સપાટીને વટાવી લેતા. તંત્રની ચિંતા વધી છે. કેટલાંક રહેણાંક વિસ્તારોમાં પણ. પાણી ફરી વળ્યાની માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. તો આ તરફ મંદાકિની નદીનું રૂપ પણ. અત્યંત ઉગ્ર ભાસી રહ્યું છે. શ્રીનગર અને રુદ્રપ્રયાગ વચ્ચે આવેલ. બદરીનાથ હાઈવે પર. અલકનંદાના પાણી ફરી વળ્યા છે. સમગ્ર રસ્તો. અલકનંદાના પાણીમાં ગરકાવ થતા. વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. સતર્કતાના ભારરૂપે. તીર્થયાત્રીઓને. વૈકલ્પિક માર્ગોથી આગળ મોકલવા તજવીજ હાથ ધરી છે. તો સુરક્ષાના ભાગ રૂપે. પોલીસકર્મીઓને પણ તૈનાત કરી દેવાયા છે.