ICC વિશ્વકપમાં ભારતની એન્ટ્રી સાથે જ અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં રાતોરાત જોરદાર ઉછાળો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં જે ફ્લાઇટનું ભાડુ 3,500થી 5 હજાર હતું, તે ફ્લાઇટની ટિકિટનું એક તરફનું ભાડુ 25થી 30 હજારને પાર પહોંચ્યું છે.