અમદાવાદમાં યોજાનાર ફાઇનલ મેચમાં દર્શકો માટે કેટલાક ખાસ આકર્ષણો પણ જોવા મળશે.. જેમાં ખાસ વાત એ છે કે, વિશ્વકપની ફાઇનલ મેચ દરમિયાન સ્ટેડિયમ પર એર-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. ખાસ 4 વિમાન સ્ટેડિયમ પર કરતબ બતાવશે..આ શોને લઇ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.. એરફોર્સના જવાનો મારફતે આ ચાર વિમાનનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.