અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલથી લઈ આજ સુધી. અનેક ઉડાનોને અસર પહોંચી છે. એરપોર્ટ પર પહોંચ્યા બાદ. મુસાફરોને ફ્લાઈટ મોડી હોવાના મેસેજ મળી રહ્યા છે. જેને પગલે તેઓની મુશ્કેલીઓ વધી છે. એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ માટે નવો સમય જાહેર કરાયો છે. પણ, નવા સમયે પણ ફ્લાઈટ મળશે કે કેમ. તેને લઈને પણ કોઈ જ સ્પષ્ટતા ન કરતા. મુસાફરો હાલાકીમાં મુકાયા છે. દેશભરની હવાઈ સેવાઓ અસરગ્રસ્ત થતાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કર્યો ખુલાસો. દેશભરમાં ઈન્ડિગોની 1,232 ફલાઈટ રદ. એરલાઇન્સ કંપનીઓને યોગ્ય તકેદારી લેવા સૂચના અપાઈ. તો એરલાઈન્સ કંપનીએ કહ્યું, ક્રૂ-નિયમોમાં ફેરફાર, ટેકનોલોજી પરિવર્તનની ફ્લાઈટ્સ પર અસર થઈ. 48 કલાકમાં ખામીઓ દૂર થઈ જશે.