મેટ્રોસિટી અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી. શહેરનો સરેરાશ AQI 183 પર પહોંચ્યો..સૌથી વધુ એરપોર્ટ વિસ્તારમાં AQI 197 નોંધાયો.ગ્યાસપુરમાં AQI 194, રાયખડમાં AQI 193. રખિયાલમાં AQI 180ને પાર, ચાંદખેડામાં 170. જ્યારે મણિનગરથી મોટેરા સુધીના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ મહત્વનું છે કે, 150 ઉપરનો AQI ખતરાની ઘંટડી સમાન મનાય છે. બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે હવાની આ ગુણવત્તા ખૂબ જ જોખમી. શહેરમાં વધતા વાહનો, ઔદ્યોગિક એકમો અને બાંધકામ સાઈટોને લીધે હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. જો સત્વરે પગલાં લેવામાં ન આવે તો હવાનું આ સ્તર લોકો માટે ઘાતક સાબિત શકે.