અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયુ છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે. બપોરે 1:17 કલાકે વિમાને ઉડાન ભરી હતી. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું. એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયુ.