અમદાવાદનો એસજી હાઇવે હવે નવા રૂપમાં નજરે પડશે. સનાથલ સર્કલથી ગાંધીનગર સુધીના આશરે 30 કિ.મી. લાંબા રોડને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત રોડનું વિસ્તૃત સર્વે પારેખ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે રોડ પર લેન્ડસ્કેપિંગ, ગાર્ડન ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન જેવી વિશિષ્ટ કામગીરી યુ.એન. મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. આ વિકાસકાર્યથી એસજી હાઇવે માત્ર ટ્રાફિક માર્ગ નહીં પરંતુ શહેરની ઓળખરૂપ આઇકોનિક કોરિડોર તરીકે ઉભરી આવશે.