અમદાવાદમાં DEO કચેરીની જાણ બહાર સેવન્થ ડે સ્કૂલ વર્ષોથી મંજૂરી વિના ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં 2 કરોડ રૂપિયાની ઉઘરાણી, માઈનોરિટી સર્ટિફિકેટ વિના સંચાલન અને RTE હેઠળ પ્રવેશ ન આપવાના આરોપો સામે આવ્યા છે. કમિટીએ શાળાનો વહીવટ સરકાર હસ્તક અથવા અન્ય ટ્રસ્ટને સોંપવાની ભલામણ કરી છે.