અમદાવાદ પોલીસે હાઈકોર્ટની ટકોર બાદ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે.. શહેરમાં રોંગસાઈડ નીકળનારા કે પછી હેલમેટ વગર જતા વાહનચાલકોને પકડી પોલીસ કાર્યવાહી કરી રહી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે આવા જ વાહનચાલકોને પોલીસે પકડ્યા. આગામી એક સપ્તાહ શહેરના અલગ અલગ પોઈન્ટ પર ડ્રાઈવ ચાલશે. જો કે આ ડ્રાઈવ દરમ્યાન એવા વાહનચાલક જોવા મળ્યા કે જેમની પાસે ગુનો કર્યા બાદ પણ બહાના તૈયાર હતા. કેટલાકે ભૂલ સ્વીકારી તો કેટલાકે પોલીસ સાથે દલીલ કરી બહાનેબાજી કરી. અમદાવાદમાં જો તમે રોંગસાઈડ વાહન ચલાવતા હોવ કે હેલમેટ વગર વાહન ચલાવતા હોવ તો જરા ચેતી જજો. ગમે ત્યારે તમે પોલીસનો શિકાર બની શકો છે. અમદાવાદ પોલીસે હાઈકોર્ટની ટકોર બાદ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. શહેરમાં રોંગસાઈડ નીકળનારા કે પછી હેલમેટ વગર જતા વાહનચાલકોને પકડી પોલીસ કાર્યવાહી કરી રહી છે.. વૈષ્ણોદેવી સર્કલ પાસે આવા જ વાહનચાલકોને પોલીસે પકડ્યા. આગામી એક સપ્તાહ શહેરના અલગ અલગ પોઈન્ટ પર ડ્રાઈવ ચાલશે.