અમિત શાહે ગુજરાતને રેલવે ક્ષેત્રે આપી મોટી ભેટ

×

અમિત શાહે ગુજરાતને રેલવે ક્ષેત્રે આપી મોટી ભેટ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતને રેલવે ક્ષેત્રે મોટી ભેટ આપી છે. અમદાવાદના સાબરમતીથી ભારતની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી છે. આ ટ્રેન સાબરમતીથી પાટણ વચ્ચે દોડશે. LNG આધારિત આ ટ્રેનની શરૂઆતને ભારતીય રેલવે ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

આ સાથે અમિત શાહે ગુજરાતમાં ₹1,542 કરોડથી વધુની રેલવે પરિયોજનાઓનો પ્રારંભ અને લોકાર્પણ કરાવ્યું હતું. સાબરમતી ખાતે ₹700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ મેન્ટેનન્સ શેડમાં આધુનિક સુવિધાઓ સાથે WAG-12 શ્રેણીના શક્તિશાળી ઇલેક્ટ્રિક લોકોમોટિવની જાળવણી કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન સાબરમતી-સરખેજ રેલવે લાઇનના ડબલિંગ કામનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. રેલવેના માળખાકીય વિકાસ સાથે LNG સંચાલિત ટ્રેનની શરૂઆતથી ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે નવી પહેલને વેગ મળવાની અપેક્ષા છે.

Ashvin Patel