આ વર્ષે શહેરીજનોએ મન મુકીને દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી છે. મન મુકીને ફટાકડા પણ ફોડ્યા છે. જેના કારણે શહેરમાં આગ લાગવાના અનેક બનાવ પણ બન્યા છે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ આગ લાગવાના વધુ કૉલ નોંધાયા છે. પરંતુ આ આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.