અમદાવાદમાં બેવડી ઋતુ અને પ્રદૂષણના કારણે રોગચાળો વકર્યો છે. શરદી, ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર 433 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી અને ગત સપ્તાહે 1 હજાર 273 કેસ નોંધાયા હતા. આમ 15 દિવસના અરસામાં તાવ, ખાંસી અને વાયરલના 2 હજાર 706 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.