સામાન્ય રીતે આપણે ગુનાખોરો દ્વારા નિર્દોષોને ફસાવવા હનીટ્રેપનો ઉપયોગ થતો જોયો છે. પરંતુ શું ક્યારેય પોલીસ દ્વારા ગુનેગારને પકડવા હનીટ્રેપની જાળ બીછાવી હોય તેવું સાંભળ્યું છે ખરૂ ? આવો એક અદભુત કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો કે જયાં મહિલા પોલીસે એક રીઢા ગુનેગારને પકડવા તેની સાથે સોશિયલ મીડિયામાં પ્રેમનું નાટક કર્યુ અને પછી જે થયું તે ફિલ્મી કહાણીથી ઓછુ નથી બુરખો પહેરીને રિક્ષામાં બેસી રહેલી આ મહિલાઓ કોઈ સામાન્ય મહિલાઓ નથી પરંતુ તેઓ 14 ગુના આચરી ચુકેલા રીઢા ગુનેગારને પકડવા જઈ રહેલા મહિલા પોલીસ ઓફિસર્સ છે. વાત એમ છે કે તૌફીક સલીમ શેખ નામનો આરોપી 14 ગુનામાં સંડોવાયેલો હતો, પોલીસ પકડમાં આવતો નહોતો એટલે મહિલા પોલીસે તેનો સોશિયલ મીડિયામાં સામાન્ય મહિલા તરીકે સંપર્ક કર્યો, અને તેની સાથે અનેકવાર ચેટ કર્યા બાદ મળવા માટે રિવર ફ્રન્ટ બોલાવ્યો પોલીસના પ્લાન મુજબ રિવરફ્રન્ટ પર અગાઉથી કેટલાક પોલીસકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા. જેમાં ઘણા ખરા પોલીસકર્મી ટુરીસ્ટ બનીને ઉભા હતા તો કેટલાક રિવરફ્રન્ટ પર નાસ્તાની રેકડી લઈને ઉભેલા વેપારીને જોડે ગ્રાહક બનીને ઉભેલા હતા. આરોપી તૌફીક સલીમ શેખને મળવા ગયેલા મહિલા પોલીસે આરોપી જોડે વાતચીત કરી અને બાદમાં આરોપીએ મહિલા પોલીસને એકટીવા પર બેસી જવાનું કહ્યું એટલે પોલીસકર્મી આરોપીના એકટીવા પર બેસી ગઈ અને ચાલાકી વાપરીને અન્ય પોલીસકર્મીને ઈશારો કરતા રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસકર્મીએ આરોપી તૌફીક સલીમ શેખને કોર્ડન કરીને દબોચી લીધો હતો.