તો સ્વચ્છતામાં ગુજરાતના શહેરોનો વાગી રહ્યો છે ડંકો. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં આ વખતે ગુજરાતના ત્રણ મોટા શહેરોએ બાજી મારી છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરને.દેશભરના સ્વચ્છ શહેરોની યાદીમાં સ્થાન મળ્યું છે. 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોની કેટેગરીમાં. આ વખતે અમદાવાદ મોખરે રહ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતે બાજી મારી છે. તો સુપર સ્વચ્છ લીગમાં.ગાંધીનગરનો પણ સમાવેશ થયો છે. દિલ્લીમાં રાષ્ટ્રપતિના હસ્તે આ માટે એવોર્ડ અપાયો હતો. જે સમયે ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ. અમદાવાદ, સુરતના મેયર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.