અમદાવાદની શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ પર લાગ્યો છે દાદાગીરીનો આરોપ. શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ ઝીલ શાહ પર વ્યાજે આપેલા નાણા પરત લેવા માટે બબાલ કર્યાનો આરોપ છે. ફરિયાદીનો દાવો છે કે નાણાની ઉઘરાણી માટે ઝીલ શાહે ફોન પર અપશબ્દો બોલીને ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી માટે રજૂઆત કરી છે. આરોપ છે કે કોંગ્રસની મહિલા પ્રમુખ વ્યાજખોરીનો પણ ધંધો કરે છે. તો પોતાના પર લાગેલા તમામ આરોપો ઝીલ શાહે ફગાવ્યા છે. અને સ્પષ્ટતા કરી છે કે પોતે વ્યાજના ધંધા સાથે નથી સંકળાયેલા. ઝીલ શાહે દાવો કર્યો છે કે ફરિયાદી કોંગ્રેસનો કાર્યકર છે, અને રાજકીય હુંસાતુંસીને પગલે આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જોકે ઝીલ શાહે વળતો પ્રહાર કરતા, દાવો કર્યો છે કે મનપાની ચૂંટણીમાં ટિકિટ ન મળે તે માટે વિરોધી જૂથ દ્વારા આવા આરોપો લગાવીને બદનામ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.