બાપુનગર (Bapunagar) વિસ્તારમાં આવેલ ડાયમંડ માર્કેટની વધુ એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટનો શિકાર બન્યો છે. લૂંટારૂઓએ પહેલા રેકી કરી પ્લાનિંગ કર્યુ અને બાદમાં ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો. સ્થાનિકોએ લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા. બાપુનગરમાં થયેલી લૂંટ પહેલાના CCTV સામે આવ્યા છે જેમાં લૂંટારૂઓ રેકી કરતા જોવા મળી રહ્યા છે.