અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે.કસ્ટમ વિભાગેગોલ્ડ લાવવાના નવા કિમીયાનો કર્યો છે પર્દાફાશ. યાત્રી સુનિલ ભાટિયા પાસેથી 10૮.૦૭ ગ્રામ ગોલ્ડ જપ્ત કરાવામાં આવ્યુ છે. બેંગકોકથી અમદાવાદની ફ્લાઈટમાં આવ્યો હતો યાત્રી.ગોલ્ડને મોઢાના ભાગમાં છુપાવીને લાવવામાં આવ્યુ હતુ. 17 લાખ રૂપિયાનું ગોલ્ડ કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યું. કસ્ટમ વિભાગે યાત્રી પર ગુનાહિત પ્રવૃત્તિની તપાસ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો. બેંગકોકથી આવતા મુસાફર પાસેથી 108 ગ્રામ સોનું ઝડપાયું. મુસાફરે મોઢામાં સંતાડી સોનું લાવવાનો કર્યો પ્રયાસ. મુસાફર પાસેથી આશરે 17 લાખનું સોનું કરાયું જપ્ત. એરપોર્ટ પર કસ્ટમ વિભાગના AIU યુનિટની કાર્યવાહી. 4 મહિલા પાસેથી 1 કરોડ 52 લાખનું સોનું જપ્ત કરાયું. તો બીજી તરફ 4 મહિલા પાસેથી 1 કરોડ 52 લાખનું સોનું જપ્ત કરાયું. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના AIU યુનિટની કાર્યવાહીમાં આ દાણચોરી સામે આવી. મહિલાઓ પાસેથી 24 કેરેટનું કુલ 945.57 ગ્રામ સોનું મળી આવ્યું છે.. જેદાહથી અકાસા એરવેઝની ફ્લાઈટમાં મહિલાઓ આવી હતી. ટ્રાવેલ એજન્ટે સોનું આપ્યું હોવાની મહિલાએ કબૂલાત કરી છે. 7 સોનાની ચેન, 7 સોનાની બંગડીઓ મહિલાઓ છુપાવીને લાવી હતી.