ગીર સોમનાથના ઉના પંથકમાં સિંહ બાદ દીપડાની એન્ટ્રી. સીમર રાજપરા ગામે જોવા મળેલા દીપડાનો વીડિયો સામે આવ્યો. ઉના વિસ્તારમાં પહેલેથી જ સિંહોના આંટાફેરા જોવા મળતા. પરંતુ હવે દીપડાની પણ હાજરીથી. સ્થાનિકોમાં ભય ફેલાયો. અને દીપડાને પાંજરે પુરવા સ્થાનિકોએ માગ કરી. ગીરના જંગલ વિસ્તારમાં વન્યપ્રાણઓની હલચલ વધી રહી છે.ત્યારે ઉનાના રાજપરા ગામની સીમમાં એક દીપડો જોવા મળ્યો છે.શિકારની શોધમાં નીકળેલા દીપડોની વીડિયો સામે આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આગમનથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.