સુરતમાં કમોસમી વરસાદે વિરામ લેતા. ખેડૂતોએ હાંશકારો અનુભવ્યો છે. જો કે ખેડૂતોની હાલાકી યથાવત છે. હાલ જહાંગીરપુરાના કેનાલ રોડ પર. ખેડૂતોએ તેમની પલળેલી ડાંગરને સુકવવા મુકી છે. કેટલીક ડાંગરમાં અંકુર ફૂટ્યાની સમસ્યા છે. પરંતુ, તેમ છતાં. તેમની ડાંગરને બચાવવા ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સતત ત્રણ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠું ખાબક્યા બાદ. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે.