33 વર્ષ બાદ ફરી NTCAએ ગુજરાતને જાહેર કર્યુ છે ટાઈગર સ્ટેટ. 9 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે. ત્યારે NTCAના અધિકારીઓ માને છે કે એક જ વિસ્તારમાં લાંબા સમય સુધી વાઘનું ટકીને રહેવું એ ગુજરાતના જંગલો વાઘ માટે અનુકૂળ હોવાનો પુરાવો છે. અત્યારે જે વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે તે, સૌ પ્રથમ 22 ફેબ્રુઆરી,2025ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો.. NTCA હવે રતનમહાલમાં વાઘની વસતી વધારવા માટે એક વાઘણ મોકલવાની શક્યતાઓ પર કામ કરી રહી છે. ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં વાઘની હાજરી હતી, પરંતુ કાળક્રમે ગુજરાતમાંથી વાઘની પ્રજાતી લૂપ્ત થઈ ગઈ.. 2019 વાઘ જોવા મળતા આશાની કિરણ જાગી હતી, પરંતુ દુર્ભાગ્યે તે વાઘ માત્ર 15 દિવસ સુધી જ જીવીત રહી શક્યો હતો.