અમદાવાદમાં અદાણી CNGના ભાવમાં વધુ એકવાર ભાવ વધારો. આજથી અદાણીના CNGમાં બે રૂપિયાનો વધારો થયો.બે રૂપિયાના વધારા બાદ અદાણી CNG ભાવ 88.02 રૂપિયા પહોંચ્યો..16મેના રોજ 2.25નો કરાયો હતો વધારો.2026માં જ CNG માં 8 રૂપિયા વધ્યા. સામાન્ય માણસ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી ચિંતિત છે, ત્યાં હવે CNG પણ ખિસ્સા ખાલી કરી રહ્યો છે. ગુજરાતમાં અદાણી CNGમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવ 88.02 રૂપિયા પર પહોંચ્યો છે. આ પહેલા પણ અઢી રૂપિયાનો વધારો 16 મેના રોજ કરાયો હતો. અત્યાર સુધી CNGમાં 8 રૂપિયા વધ્યા છે.. બીજી તરફ હવે રિક્ષા ચાલક એકતા યુનિયનમાં રોષ છે. અને CNGમાં વધારો પાછો ખેંચવા અથવા ભાડામાં વધારો કરવાની માગ કરી રહ્યા છે. 31 મે સુધી નિર્ણય નહીં લેવાય તો 1 જૂને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આખાય મામલે સરકારનું કહેવું છે કે, સતત સમીક્ષા થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ આપણે આયાત કરવું પડે છે. જેને લીધે વિદેશી હુંડિયામણ પણ બહાર ખેંચાઈ જાય છે. જ્યારે CNGનું ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે. ત્યારે હવે આ પ્રકારના વિકલ્પો તરફ વળવું જરૂરી છે.