ગુજરાતમાં CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા CNGના પ્રતિ કિલોના ભાવમાં ₹4.45નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે CNGનો નવો ભાવ પ્રતિ કિલો ₹98.47 પર પહોંચી ગયો છે. CNGના ભાવમાં થયેલા આ વધારાને કારણે વાહનચાલકોના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. CNGના ભાવમાં સુધારા અંગે ATGL દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે ગેસના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ગેસના પુરવઠામાં ઘટાડો થવાને કારણે ગેસની પ્રાપ્તિના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ATGLએ વધુમાં જણાવ્યું છે કે ગેસની ખરીદીના ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને CNGના દરોમાં આંશિક સુધારો કરવાની ફરજ પડી છે. જોકે, ગ્રાહકો પર આર્થિક બોજ ઓછો રહે તે માટે કંપની હંમેશા પ્રયત્નશીલ છે. CNGના ભાવમાં થયેલા આ વધારાની અસર હવે CNGનો ઉપયોગ કરતા વાહનચાલકો અને અન્ય ગ્રાહકો પર જોવા મળી શકે છે.